naynan mharan nitre - Geet | RekhtaGujarati

નયણાં મ્હારાં નીતરે

naynan mharan nitre

ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ
નયણાં મ્હારાં નીતરે
ન્હાનાલાલ દલપતરામ કવિ

નયણાં મ્હારાં નીતરે,

કોઈ લ્યો નયણાંની ધાર;

સાગર મ્હારા છીછરે,

કોઈ લ્યો સાગરની સાર— (ધ્રુવ.)

અભ્યાગતનાં આંસુડાં,

કોઈ લ્યો હઈડાંના ભાર;

પરમારથનાં દૂધડાં,

દ્હોઈ આપો કો આધાર;

હો! કોઈ લ્યો નયણાંની ધાર.

સ્મરણે સંકટ સાંપડ્યાં,

કોઈ દ્યો સ્મરણોનાં દ્વાર;

કરણે કારણ ના જડ્યાં,

કોઈ કહો કરણોનાં કાર હો કોઈ. -

ઉરના સાગર છીછરે,

કોઈ લ્યો ઉ’ર કેરી સાર.

નયણે આત્મા નીતરે,

કોઈ લ્યો આત્માની ધાર.

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2