phool - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફૂલનો પવન લોચન મારે વાયો,

આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યેા.

કોઈ તરુ ના, કોઈ ના ડાળી કોઈ ના ડાળખી, પાન;

ફૂલનો ફૂવાર એકલો ફૂટે જેમ કવિનાં ગાન:

ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાંયો.

ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,

ફૂલના દીવો, ફૂલહિંડોળો ફૂલમાં ફોર્યા રામ;

કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો,

ફૂલનો પવન લોચન મારે વાયો.

સ્રોત

  • પુસ્તક : સ્પર્શ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
  • વર્ષ : 1966