નટવર નાચે
natvar nache
બ્રહ્માનંદ
Brahmanand
એક નિશિ શશિ અતિ ઉજાશ, પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ;
રમન રાસ જગ નિવાસ, ચિત વિલાસ કીને.
મુરલી ધુન અતિ રસાલ, ગેહરે સુર કર ગોપાલ;
તાન માન સુલભ તાલ, મન મરાલ લીને.
બ્રહ્મનિર સુન ભર ઉછાવ, બનઠન તન અતિ બનાવ;
ચિતવત ગત નૃત ઉછાવ, હાવ ભાવ સાચે;
હરિહર આજ હેર હેર, વિકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે. ૧
ઠેંઠેં બન ત્રંબક ઠોર, ચેંચેં શરનાઈ સોર,
ધેંધેં બજ પ્રણવ ઘોર, ધેં ધેં બોલે.
ઝૂડ ઝુક ઝુક બજન ઝંઝ; ટુક ટુક મંજીર રંજ,
ડુક ડુક ઉપંગ અંગ, અતિ ઉમંગ ડોલે.
દ્રગડદાં દ્રગદડાં પખાજ, થ્રગડદા થૈ થૈ સમાજ;
કડકડદા કડકડદા દુકડ ત્રુકડ, ધન થટ રાચે;
હરિહર અજ હેર હેર, ભકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે. ૨
(‘રાસાષ્ટક’ – છંદ ચર્ચરી-માંથી)
સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 216)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981