નાનું સરખું ઘર હોત
nanu sarakhu ghar hot
નારાયણ સુર્વે
Narayan Surve
નારાયણ સુર્વે
Narayan Surve
નાનું સરખું ઘર હોત - કિલ્લોલતું ગુલમોર નીચે.
માત્ર કંકણોનો રણકાર સંભળાયો હોત.
રોજ જ આવ્યો હોત ચંદ્ર બારીમાં
અને નક્ષત્રોની પેલી પારની એક દુનિયા હોત.
ભરેલે પેટે જો ચંદ્રને જોઈ શક્યા હોત
અમને પણ આવી હોત કોઈની યાદ.
(અનુ. વસંત જોષી)
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, ૧૯૭૮ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
