namiiye aganfuul - Geet | RekhtaGujarati

નમીએ અગનફૂલ

namiiye aganfuul

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
નમીએ અગનફૂલ
રાજેન્દ્ર શાહ

નમીએ અગનફૂલને

હો નમીએ અગનફૂલ,

ઓથમાં જેની ઊછરે આપણ વનવાસીનું કુલ.

સાંજ સવાર તે ઘરમાં ખીલે પકવે સકલ અંન;

આંગણાના રખવાળની રાતમાં આણ રમે જોજંન;

રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.

ઝાડવે છાનો વાસ, રે એની હૂંફ મળે ચોમેર,

કાળના પ્હોળા મુખમાં, અભય ફરીએ રે ઠેર ઠેર;

અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 43)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ