lakhwa chhe paDchhaya re - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લખવા છે પડછાયા રે

lakhwa chhe paDchhaya re

પ્રફુલ્લ પંડ્યા પ્રફુલ્લ પંડ્યા
લખવા છે પડછાયા રે
પ્રફુલ્લ પંડ્યા

લખી શકાતા હોય તો મારે લખવા છે પડછાયા રે

મને મૂંઝવે દિવસરાત ને સમય સમયની માયા રે!

હું લખવા બેસું છું ત્યારે શબ્દો થૈ જાય સાધુ રે

ભાષા ભગવી લખતા રહેવું એમ વચન હું બાંધું રે

ચાખડી પહેરી ફરતા અર્થો બળતી મારી કાયા રે!

ભસ્મની માફક ઊડતા રહેવું નગર નગરના દરવાજે

આવકાર કોઈ આપી દે તો વાત વરત થૈ વરતાજે

વરત વરતની વાયકાઓની તૂટી પડ્યા સૌ પાયા રે!

સ્રોત

  • પુસ્તક : જીભ ઉપરનો ધ્વજ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : પ્રફુલ્લ પંડ્યા
  • પ્રકાશક : કવિલોક પ્રકાશન
  • વર્ષ : 1986