નદીયું સાગર ભણી ધસી જાય
Nadiyu Sagar Bhani Dhasi Jaay
મુકુન્દરાય પારાશર્ય
Mukundray Parasharya
મુકુન્દરાય પારાશર્ય
Mukundray Parasharya
નદીયું સાગર ભણી ધસી જાય,
બંધ ભલેને બાંધો રે, પાછાં પાણી નૈં વળે રે જી.
જ્વાળા જાશે ઊંચે નભની પેર,
અગની ઊંધો વાળો રે, જ્વાળા ઊંધી નૈં વળે રે જી.
જેને જેની લગની રે પાક્યા વિણ એ નૈં રહે રે જી.
જ્યોતિ જોઈ પતંગાં ધસી જાય,
દેહ જલાવી દઈને રે જ્યોતિ રૂપે થૈ રહે રે જી. નદીયું...
મરતાંયે નહિ માગે રે ગંગાનાંયે નીરને રે જી.
એવા ચાતકની એવી ગતિ હોય
(કે) ભર ઉનાળે એની રે તરસ ઉતારે મેઘને રે જી. નદીયું...
જીવને શિવની લગની રે લાગ્યા કેડે શું બને રે જી.
આખો રાખ થયો જ્યાં સંસાર,
ભભૂત લગાવી બેઠો રે જીવ એ શિવ થૈને ઠરે રે જી નદીયું...
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1977 (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
