aapne - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નદી આંખમાં સ્હેજ ભરી ત્યાં ખળખળ ખળખળ થયાં આપણે

સ્પર્શ કર્યો કે પીગળે પથ્થર એવાં કોમળ થયાં આપણે

ફોરે ફોરે ઝિલમિલ ઝિલમિલ

પડછાયા ભીંજાતા લાગે,

ઈન્દ્રધનુના રંગો સઘળા

પાલવમાં પથરાતા લાગે;

તડકાને તાલી આપીને ઝળહળ ઝળહળ થયાં આપણે

સ્પર્શ કર્યો કે પીગળે પથ્થર એવાં કોમળ થયાં આપણે

થરથર કંપે નભ આખું રે

પીંછું જ્યાં જળમાં વીંઝાયું,

હાલક-ડોલક કાંઠા થાતા

કોઈ હલેસું હડસેલાયું;

ઝરમરતાં સગપણ સંગાથે હરપળ વાદળ થયાં આપણે

નદી આંખમાં સ્હેજ ભરી ત્યાં ખળખળ ખળખળ થયાં આપણે

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008