રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજાવ કહ્યે કેમ જઈશું અને આવશું કેવી રીતે, કહેશો કે આવ....
જાવ કહ્યે કેમ જઈશું અને આવશું કેવી રીતે, કહેશો કે આવ....
આભ, તું મારી ચાંચમાં ભરેલ તરણું નહીં
આભ, તું મારી પાંખનો અભાવ
કાનમાં ભરી સાંભળ્યા કરું લચતા લીલમ ઘાસની ભીનીછમ પથારી
અમથી હવા અડકેને ત્યાં સામટી રોમેરોમમાં ખૂલે લયની બારી
કોઈ તો મને ઊંચકી મારો આટલે જરાક ક્યાંક કરી દે ઘાવ...
જાવ કહ્યે કેમ જઈશું અને આવશું કેવી રીતે, કહેશો કે - આવ...
વન, તું મારે ટૌકે ભીન્યું ઝાડવું નહીં
વન, તું મારે કંઠની સૂની વાવ
હું જ ઘટાટોપ વનને પાનેપાન રેલાઈ પડતો કદીક થઈને લીલી નીક
પડતી સવાર જોઈને પીંછે પીંછમાં હવે નભ જેવી હું ઊઘડી પડું બીક
આભ, હું મારા કેટલા રે ફફડાટવછોયો ભોંય પડ્યો છું સાવ....
વન, મારા કેટલા રે કલરવવછોયો. ભોંય પડઘો છું સાવ...
જાવ કહ્યું કેમ જઈશું અને આવશું કેવી રીત, કહેશો કે-આવ
(૧૭-૬-’૬૮)
jaw kahye kem jaishun ane awashun kewi rite, kahesho ke aaw

abh, tun mari chanchman bharel taranun nahin
abh, tun mari pankhno abhaw
kanman bhari sambhalya karun lachta lilam ghasni bhinichham pathari
amthi hawa aDkene tyan samti romeromman khule layni bari
koi to mane unchki maro aatle jarak kyank kari de ghaw

wan, tun mare tauke bhinyun jhaDawun nahin
wan, tun mare kanthni suni waw
hun ja ghatatop wanne panepan relai paDto kadik thaine lili neek
paDti sawar joine pinchhe pinchhman hwe nabh jewi hun ughDi paDun beek
abh, hun mara ketla re phaphDatawchhoyo bhonya paDyo chhun saw
wan, mara ketla re kalarawawchhoyo bhonya paDgho chhun saw
jaw kahyun kem jaishun ane awashun kewi reet, kahesho ke aaw
(17 6 ’68)

સ્રોત
- પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
- વર્ષ : 2014
- આવૃત્તિ : 6