mune wayraye - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુને વાયરાએ

mune wayraye

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
મુને વાયરાએ
મનોહર ત્રિવેદી

મુને વાયરાએ એક વાત વાયરાએ

એક વાત વાયરાએ એક વાત કીધી જી રે

મારી પગલીને ધૂળસોતી પગલીને

ધૂળસોતી પગલીને ધૂળસોતી પીધી જી રે

ઈને તડકાએ તોરમાં તડકાએ

તોરમાં તડકાએ તોરમાં પૂછ્યું રે લોલ

કિણે ભીના પંડ્યને ભીના પંડ્યને

ભીના પંડ્યને લૂછ્યું રે લોલ?

મેં તો અણદેખી લેરખીને અણદેખી

લેરખીને અણદેખી લેરખીને ચીંધી જી રે

મારી પાની પસવારતી પાની પસવારતી

પાની પસવારતી કેડી રે લોલ

પછી છાંયડીએ ઊંચકીને છાંયડીએ

ઊંચકીને છાંયડીએ ઊંચકીને તેડી રે લોલ

જાણે માડીએ પડખામાં માડીએ

પડખામાં માડીએ પડખામાં લીધી જી રે

તેં ઉઘાડી રીંસને ઉઘાડી રીંસને

ઉઘાડી રીંસને ઢાંકી રે લોલ

હું તો ધરથી હતી કાંઈ

ધરથી હતી કાંઈ ધરથી હતી કાંઈ વાંકી રે લોલ

કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં

સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012