walamui… - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાલામૂઈ…

walamui…

મનહર જાની મનહર જાની
વાલામૂઈ…
મનહર જાની

આઘે આઘેથી આવ્યાં મે'માન

એને કહેવા જેવું વાલામૂઈ

મોઢામોઢ કાંઈ કીધું નહીં!

હું તો અવળું ફરીને ઊભી ડેલીએ

હું તો સડેડાટ જઈ બેઠી મેડીએ

એને દેવા જેવું વાલામૂઈ

હાથોહાથ કાંઈ દીધું નહીં!

એણે મોજડી ઉતારી મારા ફળિયામાં

એણે ઉતારા લીધાં રાંધણિયામાં

એણે પીવા જેવું વાલામૂઈ

બાણોબાણ કાંઈ પીધું નહીં!

હું તો કે’દું કે'દુંની વાટ જોતી'તી

હું તો દર્પણમાં રોજ મોં ધોતી'તી

મેં તો લેવા જેવું વાલામૂઈ

ભારોભાર કાંઈ લીધું નહીં!

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001