bhaal uparni - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાલ ઉપરની

bhaal uparni

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ભાલ ઉપરની
રાજેન્દ્ર શાહ

તવ ભાલ ઉપરની ચૂમી!

ચૂમી? કે તલસત રાધા-સ્મરણ-મિલનની ભૂમિ?

ત્યહીં પ્રાણના વેગ તણો રવ

મૌન મહીં લય પામ્યો,

અહો અબાધિત કાલ, મધુર

અવસર વિશે વિરામ્યો;

ગૌર કમલ દલ ઉપર ગગન ઘન નીલ રહ્યું’તુ ઝૂમી!’

ત્યહીં ઉભયને અવલંબન

ઉર ઉર સમપંદિત વન છંદ,

સહજ ઢળી પાંપણમાં પ્રગટિત

દ્યુતિમય શાન્ત ઉમંગ;

(એની) નિખિલ ભુવનના વ્યાપ્ત વાયુમાં લહર લહર રહી ઘૂમી!

સ્રોત

  • પુસ્તક : સંકલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સર્જક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : જયવદન તક્તાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ
  • વર્ષ : 1983