hari, hun to ewun ja magun mot! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હરિ, હું તો એવું જ માગું મોત!

hari, hun to ewun ja magun mot!

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
હરિ, હું તો એવું જ માગું મોત!
કરસનદાસ માણેક

એવું માગું મોત,

હરિ, હું તો એવું માગું મોત!

થયું હોત, ને તે થયું હોત, ને પેલું થયું હોત,

અંત સમે એવા ઓરતડાની હોય ગોતાગોત!

હરિ, હું તો એવું માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિચલ ચલવું ગોતઃ

ઓતપ્રોત હોઉં આપમહીં જ્યારે ઊડે પ્રાણકપોત!

હરિ, હું તો એવું માગું મોત!

કાયાની કણીકણીથી પ્રગટે એક શાન્ત સરોદઃ

જોજે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત!

હરિ, હું તો એવું માગું મોત!

ગિરિગણ ચઢતાં, ઘનવન વીંધતાં, તરતાં સરિતાસ્ત્રોત,

સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર જળહળ જ્યોત!

હરિ, હું તો એવું માગું મોત!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008