કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું;
ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલની ફોરમ લઉં.
વણદીઠા એ વદન ઉપર સ્મિત અદીઠું મહેકે;
રહે હથેલી ઝાંખી, ક્યારે મોરલાનું વન ગ્હેકે
પુલક પુલક અણુ અણુ મમ રોમને એવું કહું –
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું...
પારણું પોપટ મોર મઢ્યું હું નીંદમાં હીંચોળું;
હાલરડાંના સૂરમાં મીઠા, શોધું શૈશવ ભોળું.
હરખની મુજ ઉરમાં વાગે વાંસળી, એવું લહું –
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું...
પળે પળે હું સુણ્યાં કરું ઝાંઝર ઝીણો રવ;
આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ.
પ્રાણમાં પમરી આવજે મારા વ્હાલમાં વીંટી લઉં
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું...
koine hun to kahun nai bas, wayrani jem wahun;
udre mridu geet uchheri phulni phoram laun
wanditha e wadan upar smit adithun maheke;
rahe hatheli jhankhi, kyare morlanun wan gheke
pulak pulak anu anu mam romne ewun kahun –
koine hun to kahun nai bas, wayrani jem wahun
paranun popat mor maDhyun hun nindman hincholun;
halarDanna surman mitha, shodhun shaishaw bholun
harakhni muj urman wage wansli, ewun lahun –

pale pale hun sunyan karun jhanjhar jhino raw;
angli kali mograni, gulpanino pagraw
pranman pamri aawje mara whalman winti laun

સ્રોત
- પુસ્તક : અક્ષરા : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : યોસેફ મૅકવાન
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2007