chhogalo chhel - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છોગાળો છેલ

chhogalo chhel

મીનુ દેસાઈ મીનુ દેસાઈ
છોગાળો છેલ
મીનુ દેસાઈ

મેં તો દીઠો'તો એક, સખી

છોગાળો છેલ.

એને ફૂમતડે બાંધ્યાં'તાં

મોર અને ઢેલ.

મેં તો દીઠો’તો.

હોઠે હતી મોરલી ને આંખોમાં ઘેન હતું

સામે નાના ઝરણાનું ધીમું ધીમું વ્હેન હતુઃ

સ્વરના અનેક રંગી કરતો’તો ખેલ

મેં તો દીઠો’તો એક સખી

છોગાળો છેલઃ

ઝાંઝર ઠમક્યાં ને એણે મીટ માંડી પ્યારની

એમા બેઠી'તી તરસ વર્ષાની ધારની,

સ્વચ્છ એની આંખોમાં નિરખ્યો મેલ

મેં તો દીઠો’તો એક સખી

છોગાળો છેલઃ

એને ફૂમતડે બાંધ્યાં'તાં

મોર અને ઢેલઃ

મેં તો દીઠો’તો એક, સખી

છોગાળો છેલ!

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2