રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછેલાજી રે,
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો;
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો — છેલાજી.
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો — છેલાજી.
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘા લાવજો — છેલાજી.
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો — છેલાજી.
chhelaji re,
mare hatu patanthi patolan monghan lawjo;
eman ruDa re moraliya chitrawjo
patanthi patolan monghan lawjo — chhelaji
rang ratumbal kor kasumbal,
palaw pran bichhawjo re
patanthi patolan monghan lawjo — chhelaji
olya patan she’rani re, mare thawun padamni nar,
oDhi ang patolun re, eni relawun rangdhar;
hire maDhela chuDlani joD monghi maDhawjo re,
patanthi patolan mongha lawjo — chhelaji
oli rang nitarti re, mane pamari gamti re,
ene pahertan pagman re, payal chhamachhamti re
nathni lawingiyan ne jhumkhanman monghan moti maDhawjo re,

સ્રોત
- પુસ્તક : પાંદડું લીલું ને રંગ રાતો (પૃષ્ઠ ક્રમાંક 47)
- સર્જક : અવિનાશ વ્યાસ
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 1999