morlo adhuro rahyo - Geet | RekhtaGujarati

મોરલો અધૂરો રહ્યો

morlo adhuro rahyo

અનિલ જોશી અનિલ જોશી
મોરલો અધૂરો રહ્યો
અનિલ જોશી

હું તો અંધારે મોર બેઠી ભરવા ને મોરલો અધૂરો રહ્યો,

નથી સોયમાંથી નીકળતો દોરો ને મોરલો અધૂરો રહ્યો.

પડી દોરામાં થોકબંધ ગાંઠ્યું ને મોરલો અધૂરો રહ્યો,

હું તો ગૂંચભર્યા દોરાનો ઢગલો ને મોરલો અધૂરો રહ્યો.

બ્હાર ચોમાસું સાંકળ ખખડાવે ને મોરલો અધૂરો રહ્યો,

કિયા દોરાથી ગ્હેક મારે ભરવી ને મોરલો અધૂરો રહ્યો.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007