તવ ભાલ ઉપરની ચૂમી!
એ ચૂમી? કે તલસત રાધા-સ્મરણ-મિલનની ભૂમિ?
ત્યહીં પ્રાણના વેગ તણો રવ
મૌન મહીં લય પામ્યો,
અહો અબાધિત કાલ, મધુર એ
અવસર વિશે વિરામ્યો;
ગૌર કમલ દલ ઉપર ગગન ઘન નીલ રહ્યું’તુ ઝૂમી!’
ત્યહીં ઉભયને અવલંબન
ઉર ઉર સમપંદિત વન છંદ,
સહજ ઢળી પાંપણમાં પ્રગટિત
દ્યુતિમય શાન્ત ઉમંગ;
(એની) નિખિલ ભુવનના વ્યાપ્ત વાયુમાં લહર લહર રહી ઘૂમી!
taw bhaal uparni chumi!
e chumi? ke talsat radha smran milanni bhumi?
tyheen pranna weg tano raw
maun mahin lay pamyo,
aho abadhit kal, madhur e
awsar wishe wiramyo;
gaur kamal dal upar gagan ghan neel rahyun’tu jhumi!’
tyheen ubhayne awlamban
ur ur sampandit wan chhand,
sahj Dhali pampanman pragtit
dyutimay shant umang;
(eni) nikhil bhuwanna wyapt wayuman lahr lahr rahi ghumi!
taw bhaal uparni chumi!
e chumi? ke talsat radha smran milanni bhumi?
tyheen pranna weg tano raw
maun mahin lay pamyo,
aho abadhit kal, madhur e
awsar wishe wiramyo;
gaur kamal dal upar gagan ghan neel rahyun’tu jhumi!’
tyheen ubhayne awlamban
ur ur sampandit wan chhand,
sahj Dhali pampanman pragtit
dyutimay shant umang;
(eni) nikhil bhuwanna wyapt wayuman lahr lahr rahi ghumi!
સ્રોત
- પુસ્તક : સંકલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 202)
- સર્જક : રાજેન્દ્ર શાહ
- પ્રકાશક : જયવદન તક્તાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ
- વર્ષ : 1983