mhara whala - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મ્હારા વ્હાલા

mhara whala

દેશળજી પરમાર દેશળજી પરમાર
મ્હારા વ્હાલા
દેશળજી પરમાર

સાંજને સોણલે રસિયોજી જોયા,

જોતાં ચાલી જળધાર: મારા વ્હાલા

પહેલે આંસુડે અંતર ઊઘડ્યું,

છલકી હૈયાની છોળ: મારા વ્હાલા

બીજે આંસુડે હથેલી લઈને

ટચલી આંગળીએ લખું: મારા વ્હાલા

ત્રીજે આંસુડે જીવણ ચીતરું,

જીવણ ચીતર્યાં જાય: મારા વ્હાલા

ચોથે આંસુડે મુખડું હું માંડું,

આછેરે લોચન નીર: મારા વ્હાલા

પાંચમે આંસુડે આંખડી અરપું,

કીકી કાજળ કેરી ધારું: મારા વ્હાલા

છઠ્ઠે આંસુડે નાથજી નીરખું

નેને પાથરિયા પ્રાણ : મારા વ્હાલા

છેલ્લે આંસુડે અંતર રડિયું,

તૂટી હૈયાની પાળઃ મારા વ્હાલા.

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021