mel have man jhaavaan - Geet | RekhtaGujarati

મેલ હવે મન ઝાવાં

mel have man jhaavaan

ફકીરમહંમદ મનસુરી ફકીરમહંમદ મનસુરી
મેલ હવે મન ઝાવાં
ફકીરમહંમદ મનસુરી

મેલ હવે મન ઝાવાં,

દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.

ધરી હથેળી ઉલટાવીને

આંખે છાજલી કરવી,

દેખાય તેટલી દૂરથી એને

સજલ આંખે ભરવી,

ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?

વરસી રહેતી વાદળી ભલે

અહીંથી જોજન દૂર,

આવશે વહી વાયરે એનું

મ્હેકતું ઉરકપૂર,

એય ગનીમત સમજીને નું છોડ હવે સૌ દાવા.

સ્રોત

  • પુસ્તક : ઇજન (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : ફકીરમહંમદ મનસુરી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1968