meindi rang lagyo re - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેંદી રંગ લાગ્યો રે

meindi rang lagyo re

ઈન્દુલાલ ગાંધી ઈન્દુલાલ ગાંધી
મેંદી રંગ લાગ્યો રે
ઈન્દુલાલ ગાંધી

મેંદી તે વાવી માળવે

એનો રંગ ગયો ગુજરાત રે

મેંદી રંગ લાગ્યો રે!

નાનો દેરીડો લાડકો

ભાભી, રંગો તમારા હાથ રે

મેંદી રંગ લાગ્યો રે!

આંગળીઓ રંગી ને રંગી હથેલી

રંગી બેઠી હું તો મનડુંયે ઘેલી:

કરી પાનીઓ લાલ ગુલાલ રે

મેંદી રંગ લાગ્યો રે!

ફાગણને ફુલેકે ખીલ્યો 'તો ખાખરો,

એણે કેસૂડાંનો રંગ ધર્યો આકરો!

જાણે મેંદીના હાથનો રૂમાલ રે

મેંદી રંગ લાગ્યો રે!

વાયરો જો ઊડીને આવ્યો વૈશાખથી,

કૈંક નવું કામણ કીધું એણે આંખથી;

રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે

મેંદી રંગ લાગ્યો રે!

સ્રોત

  • પુસ્તક : ખંડિત મૂર્તિઓ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સર્જક : ઇન્દુલાલ ગાંધી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1991