mehmanone sambodhan - Geet | RekhtaGujarati

મેહમાનોને સંબોધન

mehmanone sambodhan

કાન્ત કાન્ત
મેહમાનોને સંબોધન
કાન્ત

મેહમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!

તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!

કરજો માફ હજારો પામર પાપ, જે

દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો!

મેહમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!

ઉન્નત ગિરિશૃંગોનાં વસનારાં તમેઃ

ઉતર્યાં રંક ઘરે, શો પુણ્ય પ્રભાવ જો!

શુશ્રૂષા સારી ના અમને આવડી

લેશ ન લીધો લલિત ઉરોનો લ્હાવ જો!

મેહમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!

(૧૯૦ર)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000