રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
તદારે તદારે તાનિ દિર દિર તનનન છાંટેછાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતિટ્ તા-ગી તિટ્ તકતિટ્ પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચુંદડી, કંગન, કાજળ, લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું દરિયેદરિયા ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય-
અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ અકળાય રે
—નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.
tagatagti talwaryu taDphaD amtem winjhay re sajan dhodhmar warsad paDe chhe
Dhaal phagawi, bakhtar toDi, lok windhawa jay re sajan dhodhmar warsad paDe chhe
kalio pharphar phool bani ne lah lah lah laheray re sajan dhodhmar warsad paDe chhe
jharnan haphDak nadi banine dariyaman Dokay re sajan dhodhmar warsad paDe chhe
tadare tadare tani dir dir tannan chhantechhanto gay re sajan dhodhmar warsad paDe chhe
gheghetit ta gi tit taktit pawan talman way re sajan dhodhmar warsad paDe chhe
jalnan ghoDapur amari ankhyunman rundhay re sajan dhodhmar warsad paDe chhe
sentho, chundDi, kangan, kajal, lathbath palli jay re sajan dhodhmar warsad paDe chhe
hun dariyedariya jhankhun ne tun timpe timpe nhay re sajan dhodhmar warsad paDe chhe
hun pagthi mathalag bhinjun tun korekoro hay
are bharchak chomacha jay ne marun ang sakal aklay re
—naphphat! dhodhmar warsad paDe chhe

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1999 (પૃષ્ઠ ક્રમાંક 90)
- સંપાદક : ઉષા ઉપાધ્યાય
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2000