રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારી મીરાં રતન અમ રાંકનું,
મોતી અણવીંધ્યું માધવની આંખનું. –મારીo
હોંશે હોંશે તને સોંપ્યું રાણાજી,
ન’તું જાણ્યું રોળાશે સવાલાખનું;
પારખી ન જાણ્યું એના હીરનું જતન,
એ તો અમૂલખ સહુ ઝવેરાતનું. –મારીo
ઉરના સાગરમાં પાક્યું પ્રભુનું,
તારા મ્હેલમાં થયું સાવ રાખનું;
કેમ કરી સમજાવું રાણાજી, હાથ ગયું
પાછું, ભગવાનના હાથનું. –મારીo
(૧૪-૧-૮૭)
mari miran ratan am rankanun,
moti anwindhyun madhawni ankhanun –mario
honshe honshe tane sompyun ranaji,
na’tun janyun rolashe sawalakhnun;
parkhi na janyun ena hiranun jatan,
e to amulakh sahu jhaweratanun –mario
urna sagarman pakyun prabhunun,
tara mhelman thayun saw rakhnun;
kem kari samjawun ranaji, hath gayun
pachhun, bhagwanna hathanun –mario
(14 1 87)
mari miran ratan am rankanun,
moti anwindhyun madhawni ankhanun –mario
honshe honshe tane sompyun ranaji,
na’tun janyun rolashe sawalakhnun;
parkhi na janyun ena hiranun jatan,
e to amulakh sahu jhaweratanun –mario
urna sagarman pakyun prabhunun,
tara mhelman thayun saw rakhnun;
kem kari samjawun ranaji, hath gayun
pachhun, bhagwanna hathanun –mario
(14 1 87)
સ્રોત
- પુસ્તક : દુદાજી કાગળ મોકલે (પૃષ્ઠ ક્રમાંક 14)
- સર્જક : શશિશિવમ્
- પ્રકાશક : નિર્મિતિ પ્રકાશન
- વર્ષ : 1988