Maun ni Vani - Geet | RekhtaGujarati

મૌનની વાણી, આજ રૂંધાણી, આનંદની વાત,

હૈયાના આનંદની વાત.

દલેદલ મોગરો ખીલ્યો આજ,

હૈયે મારે મોરલો નાચે આજ;

હૈયાના આનંદની વાત.

મૌનની વાણી, આજ રૂંધાણી, વેદનાની વાત,

હૈયાની વેદનાની વાત.

જુગે જુગ મીટ માંડીને જોયું,

રોજે રોજ હાથ માંહીથી ખોયું;

હૈયાની વેદનાની વાત.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 1959