mari miran ratan am rankanun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી મીરાં રતન અમ રાંકનું

mari miran ratan am rankanun

શશિશિવમ્ શશિશિવમ્
મારી મીરાં રતન અમ રાંકનું
શશિશિવમ્

મારી મીરાં રતન અમ રાંકનું,

મોતી અણવીંધ્યું માધવની આંખનું. –મારીo

હોંશે હોંશે તને સોંપ્યું રાણાજી,

ન’તું જાણ્યું રોળાશે સવાલાખનું;

પારખી જાણ્યું એના હીરનું જતન,

તો અમૂલખ સહુ ઝવેરાતનું. –મારીo

ઉરના સાગરમાં પાક્યું પ્રભુનું,

તારા મ્હેલમાં થયું સાવ રાખનું;

કેમ કરી સમજાવું રાણાજી, હાથ ગયું

પાછું, ભગવાનના હાથનું. –મારીo

(૧૪-૧-૮૭)

સ્રોત

  • પુસ્તક : દુદાજી કાગળ મોકલે (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : શશિશિવમ્
  • પ્રકાશક : નિર્મિતિ પ્રકાશન
  • વર્ષ : 1988