રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારી આંખે કંકુના સૂરજ આથમ્યા.....
મારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.....
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા....
મને રોકે પંછાયો એક ચોકમાં,
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા....
mari ankhe kankuna suraj athamya
mari wela shangaro wira, shagne sankoro
re ajwalan paherine ubha shwas!
mari ankhe kankuna suraj athamya
pile re pande lila ghoDa Dubya;
Dubyan alkatan raj, Dubyan malkatan kaj
re hanahanti mein sambhli suwas!
mari ankhe kankuna suraj athamya
mane roke panchhayo ek chokman,
aDdha bole jhalyo; aDdho jhanjharthi jhalyo
mane wage sajiwi halwash!
mari ankhe kankuna suraj athamya
mari ankhe kankuna suraj athamya
mari wela shangaro wira, shagne sankoro
re ajwalan paherine ubha shwas!
mari ankhe kankuna suraj athamya
pile re pande lila ghoDa Dubya;
Dubyan alkatan raj, Dubyan malkatan kaj
re hanahanti mein sambhli suwas!
mari ankhe kankuna suraj athamya
mane roke panchhayo ek chokman,
aDdha bole jhalyo; aDdho jhanjharthi jhalyo
mane wage sajiwi halwash!
mari ankhe kankuna suraj athamya
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 304)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004