mare anganiye manjrio mahori na - Geet | RekhtaGujarati

મારે આંગણિયે મંજરીઓ મહોરી ના...

mare anganiye manjrio mahori na

નંદકુમાર પાઠક નંદકુમાર પાઠક
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના...
નંદકુમાર પાઠક

મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.

રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ

નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ

તો જોતી 'તી તોય જરી ડોલી ના ડોલી ના.... મારેo

ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ

રમવાને રંગ ફાગ તેડે રંગરાજ

એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના.... મારેo

રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે

લહેરાતાં રૂપને ભીંજવતો જાય

હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના... મારેo

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 273)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007