કયારે રે બુઝાવી મારી દીવડી, કયારે તજી મેં કુટિર;
કઈ રે ઋતુના આભે વાયરા, કઈ મેં ઝાલી છે દિશઃ
નહીં રે અંતર મારું જાણતું.
કેવાં રે વટાવ્યાં વન મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી, ઊભી માર્ગમાં, અંધારાની એ આડઃ
નહીં રે અંતર મારું જાણતું.
વગડે ઊભી છે નાની ઝૂંપડી, થર થર થાયે છે દીપ;
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત:
મારા રે હૈયાને તેનું પારખું.
પડયા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથ દ્વારે જ્યાં અડ્યાં, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર;
પછી રે હૈયાં બેઉ ખેાલિયાં, જેમાં દુનિયા હજાર!
મારા રે હૈયાને તેનું પારખુ.
kayare re bujhawi mari diwDi, kayare taji mein kutir;
kai re rituna aabhe wayra, kai mein jhali chhe dish
nahin re antar marun janatun
kewan re watawyan wan mein akran, uncha uncha pahaD;
kem re watawi, ubhi margman, andharani e aaD
nahin re antar marun janatun
wagDe ubhi chhe nani jhumpDi, thar thar thaye chhe deep;
tahin re joti mari watDi, wasti mari tyan pritah
mara re haiyane tenun parakhun
paDya re mara pag jyan barne, suniyo kankanno soor;
mridu e hath dware jyan aDyan, palman bandhan e door
mara re haiyane tenun parakhun
pharine kutiradwaro wasiyan, rakhi duniya bahar;
pachhi re haiyan beu khealiyan, jeman duniya hajar!
mara re haiyane tenun parakhu

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય – 2 (પૃષ્ઠ ક્રમાંક 147)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973