pagalun marun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પગલું મારું

pagalun marun

મીનપિયાસી મીનપિયાસી
પગલું મારું
મીનપિયાસી

હું પગલું માંડું એક.

પગલે પગલે શ્રદ્ધા પ્રગટી, પહોંચાડી દે છેક.

હું પગલું માંડું એક.

પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય,

ડગલે ડગલે દિશા સૂઝે ને મારગ ના છંડાય,

પથ્થર ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક.

હું પગલું માંડું એક.

કાદવનાં કળણોથી ચેતું, જાવું આગે આગે,

નક્કર ભોમે ચાલું, છોને કંટક-કંકર વાગે,

એવું પગલું માંડું જેથી આવે સાથ અનેક.

હું પગલું માંડું એક.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 484)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007