
આ તે કેવી ઘડી? આ તે કેવી ઘડી?
થડિયાને જોવામાં, ડાળખી નડી!
ઝાડવાને જોવા તો માંડી'તી જાતરા;
તે કીધું ઈ રસ્તે આવ્યા'તા પાધરા;
ભવની તોડાશ તોય માથે પડી;
થડિયાને જોવામાં ડાળખી નડી!
ફૂલ, પાન, ખુશ્બૂને ઝાડવું કીધું
તોય હજી મન નથી રહેતું સીધું!
બધી પાંદડી નડી, નડી ફૂલની છડી;
થડિયાને જોવામાં ડાળખી નડી!
aa te kewi ghaDi? aa te kewi ghaDi?
thaDiyane jowaman, Dalkhi naDi!
jhaDwane jowa to manDiti jatra;
te kidhun i raste awyata padhara;
bhawni toDash toy mathe paDi;
thaDiyane jowaman Dalkhi naDi!
phool, pan, khushbune jhaDawun kidhun
toy haji man nathi rahetun sidhun!
badhi pandDi naDi, naDi phulni chhaDi;
thaDiyane jowaman Dalkhi naDi!
aa te kewi ghaDi? aa te kewi ghaDi?
thaDiyane jowaman, Dalkhi naDi!
jhaDwane jowa to manDiti jatra;
te kidhun i raste awyata padhara;
bhawni toDash toy mathe paDi;
thaDiyane jowaman Dalkhi naDi!
phool, pan, khushbune jhaDawun kidhun
toy haji man nathi rahetun sidhun!
badhi pandDi naDi, naDi phulni chhaDi;
thaDiyane jowaman Dalkhi naDi!



સ્રોત
- પુસ્તક : ઈદંતા (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : સતીશચંદ્ર વ્યાસ 'શબ્દ'
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1996