મને ભોળીને ભરમાવી
mane bholiine bharmaavii
પરબતકુમાર નાયી
Parbatkumar Nayi
પરબતકુમાર નાયી
Parbatkumar Nayi
મને ભોળીને ભરમાવી એણે,
પાંપણને પલકારે પાસે બોલાવી, પછી ભૂરકી છાંટી'તી મીઠાં વેણે!
મારો ને એનો તો મારગ નોખો, રોયો જાણીબૂજીને તોય રોકે.
ઓઢણી સરખી તું ઓઢ્ય અલી છોરી... માવડી ઓચિંતી ટોકે.
આંગળી દાબીને એ સરનામું પૂછતો, હું ખોતરતી ધૂળ નીચાં નેણે.
જળ જેવો જન્મારો મુઠ્ઠીમાં જાળવી, મ્હાલવાનું અણજાણ્યે દેશ!
પગલું પણ એક એક સાચવીને ચાલવાનું, વાગે ના અણધારી ઠેસ.
ગાગર છલકાતી એક માથે મૂકી, સાવ કોરાં-કટ્ટ નીકળીએ શેણે?
સ્રોત
- પુસ્તક : શબ્દરવ : જુલાઈ 2025 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : પ્રાગજીભાઈ ભામ્ભી, કિશનસિંહ પરમાર, દશરથ પટેલ, સતીષ પટેલ
