શું તિલક શું જનોઈ?
હું પણ તારી માફક જન્મ્યો લઈને સાથે નાળ
તો પણ મારા અવતરવા પર શાને પડતી ગાળ
સહુની માફક હુંયે આવ્યો આ દુનિયામાં રોઈ
શું તિલક શું જનોઈ?
હું જ પાડતો બૂમ ન કોઈ સાંભળે મારો શોર
માણસ જેવો માણસ છું પણ તોય ગણાતો ઢોર
મેંય કર્યા ભેદભાવ નવા આ ભેદભાવને જોઈ
શું તિલક શું જનોઈ?
shun tilak shun janoi?
hun pan tari maphak janmyo laine sathe nal
to pan mara awatarwa par shane paDti gal
sahuni maphak hunye aawyo aa duniyaman roi
shun tilak shun janoi?
hun ja paDto boom na koi sambhle maro shor
manas jewo manas chhun pan toy ganato Dhor
menya karya bhedabhaw nawa aa bhedbhawne joi

સ્રોત
- પુસ્તક : ડાળખીથી સાવ છૂટાં (પૃષ્ઠ ક્રમાંક 37)
- સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012