mananun geet gayun khowai - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મનનું ગીત ગયું ખોવાઈ

mananun geet gayun khowai

સુશીલા ઝવેરી સુશીલા ઝવેરી
મનનું ગીત ગયું ખોવાઈ
સુશીલા ઝવેરી

ગીત ગયું ખોવાઈ, મનનું ગીત ગયું ખોવાઈ,

ત્યાં મુજથી ગયું રોવાઈ–મનનું...

મળ્યું નહીં વસ્તીમાં તે મેં ઢૂંઢ્યું સ્થળ નિર્જનમાં,

તરુ લતા પંખીકલરવમાં શોધ્યું વનઉપવનમાં,

ક્યાં રહ્યું હશે સંતાઈ?-મનનું...

ચંદન સૌરભ થૈ બેઠું કે થયું સરિતાલહરી?

પુષ્પપરિમલ બની ગયું શું દશે દિશામાં પ્રસરી?

એવી છલના રહે છવાઈ-મનનું....

કોકિલના કૂજનમાં જોયુ, ભૃંગોના ગુંજનમાં,

ઊઠી ઊઠી સંદેહ હજારો શમતા મારા મનમાં.

વ્યાકુળ બની રહું અકળાઈ–મનનુ...

ગીત ગયા હો મયૂર ચૂગી તો વર્ષા ઋતુએ મળશે,

બીજ કણ રૂપે ધરતીમાં જો પડ્યું હશે તો ફળશે,

હશે ત્યાં રહ્યું હશે જળવાઈ–મનનું...

સ્રોત

  • પુસ્તક : વિચિમાલા (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : સુશીલા ઝવેરી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય