maja, - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છેક શિખરની મજા,

હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા...

ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ

મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ

અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા...

અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ

ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ

કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજા...

ચડવું 'ને ઊતરવું દીધું અણથક દીધી એષ

બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ

એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજા...

છેક શિખરની મજા,

હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 252)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015