રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમધરો મધરો પાયો કલાલણ!
અંકાશે હું ના માયો રે લોલ.
મુંને નેણ કટોરો ઉલાળી કલાલણ!
ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ,
આંખે આભલિયું આંજ્યું કલાલણ!
પગલે પતાળ મેં દાબ્યું રે લોલ.
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ!
ચાંદલામાં મુખડું જોયું રે લોલ.
બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ!
રૂંવે રૂંવે તારા લળકે રે લોલ,
રગે રગે તે રંગ છલકે કલાલણ!
અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.
મધરો મધરો પાયો કલાલણ!
અંકાશે કૈં ના માયો રે લોલ,
‘આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.'
maghro maghro payo kalalan!
ankashe hun na mayo re lol
munne nen katoro ulali kalalan!
chanino chani uchhalyo re lol,
ankhe abhaliyun anjyun kalalan!
pagle patal mein dabyun re lol
surajman mukh mein dhoyun kalalan!
chandlaman mukhaDun joyun re lol
batri kothe diwa jhalke kalalan!
runwe runwe tara lalke re lol,
rage rage te rang chhalke kalalan!
ansare megh dhaja pharke re lol
maghro maghro payo kalalan!
ankashe kain na mayo re lol,
‘awaDun ankash bhale ochhun paDe tun mari
bandhnini ganthe bandhayo re lol
maghro maghro payo kalalan!
ankashe hun na mayo re lol
munne nen katoro ulali kalalan!
chanino chani uchhalyo re lol,
ankhe abhaliyun anjyun kalalan!
pagle patal mein dabyun re lol
surajman mukh mein dhoyun kalalan!
chandlaman mukhaDun joyun re lol
batri kothe diwa jhalke kalalan!
runwe runwe tara lalke re lol,
rage rage te rang chhalke kalalan!
ansare megh dhaja pharke re lol
maghro maghro payo kalalan!
ankashe kain na mayo re lol,
‘awaDun ankash bhale ochhun paDe tun mari
bandhnini ganthe bandhayo re lol
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004