આછી આછી રે મધરાતે જીવણ, જોયો રે તને…
aachhii aachhii re madhraate jiivan, joyo re tane...

આછી આછી રે મધરાતે જીવણ, જોયો રે તને…
aachhii aachhii re madhraate jiivan, joyo re tane...
રમેશ પારેખ
Ramesh Parekh

આછી આછી રે મધરાતે જીવણ, જોયો રે તને…
આછો ઊંઘમાં ઝિલાયો,
આછો જાગમાં ઝિલાયો,
ખરબચડાં આંસુથી જીવણ, રોયો રે તને...
જાળિયે ચડીને અમે ઝુલણતું દીઠું
કાંઈ ફળિયે મોંસૂઝણાનું ઝાડ,
અમે રે જીવણ, બંધ પરબીડિયું ને
તમે કાગળની માહ્યલું લખાણ,
મારા વેણને અભાવે જીવણ, મોયો રે તને...
ઘાસની સળીય ભોંય વીંધતી ઊગે રે
એવું અમને તો ઊગતાં ન આવડ્યું;
ઓછા ઓછા અડધેરી છાતીએ ઊભા રહ્યા
પછી આપ લગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ, ખોયો રે તને...



સ્રોત
- પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 429)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1995
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ