e ji machhiDa - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ જી માછીડા

e ji machhiDa

સુધાંશુ સુધાંશુ
એ જી માછીડા
સુધાંશુ

માછીડા! મછવો મેલજે રે જલધિ-જંગલે,

મધદરિયે મછલી મળી હો જી!

જી મછલીનું મારણ મોતિયુંનું–

જ્યોતિયુંનું એવું રે

ઝીંક જાળ તું ઘડી બે ઘડી હો જી!

જી માછીડા!

મનડું મોટું ને મેરામ મોટો રે

ખૂટલ ના હોય ખારવો હો જી!

જી દરિયાની મોસમ–

ભરતી ને ઓટ અંકાણી રે

માછીડે મધગાળો મારવો હો જી!

જી માછીડા!

ધરતીનભના હો મળતા છેડા રે

જલવન જાગતા કેડા રે હો જી!

તૂટલ હલ્લેસાં હંજા હોય હોય ના! વીરા રે,

નાંગરવા તોય બેડા રે હો જી!

જી માછીડા!

અથોક સલિલ-સથવારા ભેળા રે

મછલી ને જાળ શું છે નેડા રે હો જી!

જી તવલો જીવડો ધ્રપે ના–

સ્થિર રહી તીર રે,

માયલી મછલીનાં તેડાં રે હો જી!

સ્રોત

  • પુસ્તક : સોહમ્ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960