maaro piyuujii nanero baal chhe - Geet | RekhtaGujarati

મારો પિયૂજી નાનેરું બાળ છે

maaro piyuujii nanero baal chhe

રામ મોરી રામ મોરી
મારો પિયૂજી નાનેરું બાળ છે
રામ મોરી

મારો પિયૂજી નાનેરું બાળ છે.... સૈયર એને હેત નો સમજાય રે....

માડી બનીને મહિયર છોડીયું રે લોલ......

મહાદેવ પૂજી માણીગર માગીયો રે લોલ.... નોતા પૂજ્યા મેં રાંદલ માત રે…..

માડી બનીને મહિયર છોડીયું રે લોલ.....

મારે કાળજે અમીયલ કૂપલા રે લોલ... એના હોઠે ફોરે માડીના દૂધ રે....

માડી બનીને મહિયર છોડીયું રે લોલ....

કેડ્યે કટારી મારે શોભતી રે લોલ... એના હાથમાં રમતા ઘૂઘરમાળ જો....

માડી બનીને મહિયર છોડીયું રે લોલ...

કાચા કુંવારા મારા ઢોલિયા રે લોલ... વેરણ વાંસળી ઘોડિયા ખોય રે...

માડી બનીને મહિયર છોડીયું રે લોલ...

રાતે દળતી હું મારું આયખું રે લોલ... ખમ્મા એની બાર વરસની ઉંઘ રે...

માડી બનીને મહિયર છોડીયું રે લોલ...

એક દિ અજવાળું સૈયર જાગશે રે લોલ... ફળશે દેદો ને એવરતમાત રે...

માડી બનીને મહિયર છોડીયું રે લોલ...

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ