Lakh Marva Mathshe To Pan - Geet | RekhtaGujarati

લાખ મારવા મથશે તો પણ

Lakh Marva Mathshe To Pan

પૂજ્ય બાપુ પૂજ્ય બાપુ
લાખ મારવા મથશે તો પણ
પૂજ્ય બાપુ

લાખ મારવા મથશે તો પણ મરશે નહીં કાંકરીએ...

ઈચ્છા મુઠ્ઠી વાળી નાસી ઊભી સામી ઝાંપલીએ.

ખેતર, શેઢો, ખળું, ચાસ ને મોલાત્યુંની ભીતર મનડું ફરે હરાયું ઢોર,

સીમ અમારી સાવ સાંકડી, અંધારું ઘનઘોર, જીવણ! ક્યારે થાશે ભોર?

જોતર સાથે જોડાયેલી ટેવ ના છૂટે આંગળીએ...

ઝલમલ દીવે અચરજ લાધ્યું દાઢની વચ્ચે ફટાક ફૂટી નીકળતું રે ડહાપણ,

સાવ એકલા અંદર-બાહર ઊંડે ઊંડે ક્યાં લગ કરવું જીવતરનું ટોયામણ?

અણઘડ સપના જોવા જાતાં મેણું માર્યું બાપલીએ...

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ