
મારા તે સાહ્યબાની કીકીને દર્પણિયે
ઝીલ્યું જોબનિયું મારું એટલું,
મને લાગે છે સાવ હવે એકલું.
દરિયામાં દેખું તો ઊછળતાં મોજાં ને
દર્પણમાં ભાળું તો ઝંખના,
કેવી હું, એક મારો સાંવરિયો સમજે ને
બીજી જાણે છે મને વંચના.
એવી એ વંચનાને પડછાયે પડછાયે
સંતાતું જાય કોણ કેટલું?
પવનોના દર્પણમાં દીઠી સુગંધ મેં તો
લાગણીની લીલી ભીનાશની,
પગલીઓ પડતી ગઈ મનખાને માંડવડે
રજનીગંધાની કુમાશની,
એવી કુમાશ અને લજ્જાનો લાલ રંગ
કોને હું સાચવું તે કેટલું?
mara te sahybani kikine darpaniye
jhilyun jobaniyun marun etalun,
mane lage chhe saw hwe ekalun
dariyaman dekhun to uchhaltan mojan ne
darpanman bhalun to jhankhna,
kewi hun, ek maro sanwariyo samje ne
biji jane chhe mane wanchna
ewi e wanchnane paDchhaye paDchhaye
santatun jay kon ketlun?
pawnona darpanman dithi sugandh mein to
lagnini lili bhinashni,
paglio paDti gai mankhane manDawDe
rajnigandhani kumashni,
ewi kumash ane lajjano lal rang
kone hun sachawun te ketlun?
mara te sahybani kikine darpaniye
jhilyun jobaniyun marun etalun,
mane lage chhe saw hwe ekalun
dariyaman dekhun to uchhaltan mojan ne
darpanman bhalun to jhankhna,
kewi hun, ek maro sanwariyo samje ne
biji jane chhe mane wanchna
ewi e wanchnane paDchhaye paDchhaye
santatun jay kon ketlun?
pawnona darpanman dithi sugandh mein to
lagnini lili bhinashni,
paglio paDti gai mankhane manDawDe
rajnigandhani kumashni,
ewi kumash ane lajjano lal rang
kone hun sachawun te ketlun?



સ્રોત
- પુસ્તક : શરૂઆત (પૃષ્ઠ ક્રમાંક 31)
- સર્જક : મહેશ શાહ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1982