saiyar! jal jhiljo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૈયર! જળ ઝીલજો

saiyar! jal jhiljo

લાલજી કાનપરિયા લાલજી કાનપરિયા
સૈયર! જળ ઝીલજો
લાલજી કાનપરિયા

અમે નખથી ખોદ્યા રે તળાવ, સૈયર! જળ ઝીલજો હો જી,

અમે ખળખળતા નાખ્યા છે દાવ, સૈયર! જળ ઝીલજો હો જી.

અમે અટકળની બાંધી છે પાળ, સૈયર! જળ ઝીલજો હો જી,

તમે શમણાની મઘમઘતી ડાળ, સૈયર! જળ ઝીલજો હો જી.

આછા આછા રે જળના ઉઠાવ, સૈયર! જળ ઝીલજો હો જી,

અમે નખથી ખોદ્યા રે તળાવ, સૈયર! જળ ઝીલજો હો જી.

ધોળી ધોળી છે હંસોની હાર, સૈયર! જળ ઝીલજો હો જી,

કાંઈ મલકે છે મોતી અપાર, સૈયર! જળ ઝીલજો હો જી.

તો જનમોજનમનો લગાવ, સૈયર! જળ ઝીલજો હો જી,

અમે નખથી ખોદ્યા રે તળાવ, સૈયર! જળ ઝીલજો હો જી.

તમે હળવેથી પગલાંને પાડો, સૈયર! જળ ઝીલજો હો જી,

રૂડા કંકુના સૂરજ ઉગાડો, સૈયર! જળ ઝીલજો હો જી.

મારા ઓળઘોળ ભાવ ને વિભાવ, સૈયર! જળ ઝીલજો હો જી,

અમે નખથી ખોદ્યા રે તળાવ, સૈયર! જળ ઝીલજો હો જી.

સ્રોત

  • પુસ્તક : નવા ચંદ્રની કૂંપળ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : લાલજી કાનપરીયા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 1999