lagnil kanyanun geet - Geet | RekhtaGujarati

લગ્નિલ કન્યાનું ગીત

lagnil kanyanun geet

જયેન્દ્ર શેખડીવાળા જયેન્દ્ર શેખડીવાળા
લગ્નિલ કન્યાનું ગીત
જયેન્દ્ર શેખડીવાળા

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર-કૂવા

અમને લઈ ચાલ્યા રે ભૂવા પરદેશના

અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે

ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજવી!

ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડઘા સંગે

અમ્મે સાવ થયાં નોધારાં, મારા રાજવી!

ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર-કૂવા

અમને લઈ ચાલ્યા રે ભૂવા પરદેશના

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં

મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી!

ચૈતર હોય તો વેઠું તડકો, તમ્મે સૂકી વાડનો ભડકો

સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!

એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર-કૂવા

અમને લઈ ચાલ્યા રે ભૂવા પરદેશના

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008