લાવ, હજી એક સાદ કરી લઉં, લાવ, ગાઈ લઉં ગીત;
લાવ, જોઉં કોઈ વિદાયસજલ આંખ માંડે અહીં મીટ.
વણમાણ્યાં સુખદુઃખની પોઠો વહી ચાલી વણજાર,
પદરવના સંચાર હજી ક્યહીં, ખુલ્લાં હજી કંઈ દ્વાર;
લાવ, કરી જોઉં સાદ, જો કોઈ પંથનું થાયે મીત,
લાવ, હજી એક સાદ કરી લઉં૦
હાટ ગયું વીખરાઈ, હજી તોય પશ્ચિમતીરે તેજ,
જગ-જમનાના તટથી ખેંચે અણદીઠ ઘરનું હેજ;
લાવ, જોઉં કોઈ જાય મળી, આ ભાર કરી લે ક્રીત :
લાવ, હજી એક સાદ કરી લઉં૦
જીવનમેળે વાટેઘાટે જૂગટે પામ્યો હાર,
લાવ, જતાં વળી આજ રમી લઉં જિંદગી આખિર વાર,
એય બને કે અંતિમ દાવે સામટી થાયે જીત :
લાવ, હજી એક સાદ કરી લઉં૦
law, haji ek sad kari laun, law, gai laun geet;
law, joun koi widayasjal aankh manDe ahin meet
wanmanyan sukhadukhani potho wahi chali wanjar,
padarawna sanchar haji kyheen, khullan haji kani dwar;
law, kari joun sad, jo koi panthanun thaye meet,
law, haji ek sad kari laun0
hat gayun wikhrai, haji toy pashchimtire tej,
jag jamnana tatthi khenche andith gharanun hej;
law, joun koi jay mali, aa bhaar kari le kreet ha
law, haji ek sad kari laun0
jiwanmele wateghate jugte pamyo haar,
law, jatan wali aaj rami laun jindgi akhir war,
ey bane ke antim dawe samti thaye jeet ha

સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : ડૉ. શ્રી મફત ઓઝા, ડૉ. શ્રી હેમન્ત દેસાઈ, શ્રી બલ્લુભાઈ પારેખ
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996