લાગ્યો કેસૂડો
laagyo kesuudo
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
કોણ કુંવરિયા કલી, ભંવરિયાં,
કોણ નજરિયાં? ભાઈ, લાગ્યો કેસૂડો.
અગન અગન વન વનમાં ફાગુન,
કોણ બિછુરિયાં જાઈ? લાગ્યો કેસૂડો.
હરેવાન, ધરી બાણ ભમે મનમથ પોપટની પાંખે,
ભીતરનાં પડ ભેદી ચટકે લાલ ઊભરતો આંખે;
અંગઅંગની ઊડી ગગનમાં
રંગરાગણી છાઈ, લાગ્યો કેસૂડો.
મહક પિવાય અવશ થઈ, એની ચહક ઝીલી સહુ કંઠે,
ચહક ભયી કેસરભીની, રતભીનું જોબન વંઠે,
એનાં પૂર ચડ્યાં, તટ ડૂબ્યા,
કોરી કહીં ન ઠાંઈ, લાગ્યો કેસૂડો.
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 64)
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
