phulDan kem winiye? - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખીલે ખીલે અને ખરી જાય રે,

ફુલડાં કેમ વીણીયે?

આજ ઉગે, કાલે કરમાય રે,

ફુલડાં કેમ વીણીયે?

વીણું ગુલાબ વાગે કાંટા રે,

ફુલડાં કેમ વીણીયે?

એવા કુદરતના છે આંટા રે,

ફુલડાં કેમ વીણીયે?

ત્હોય એમાં પરોયા મુજ પ્રાણ રે,

ફુલડાં કેમ વીણીયે?

મ્હને દુભાવવાની દો એને આણ રે,

ફુલડાં કેમ વીણીયે?

જોઈ સૂનાં સરોવરતીર રે,

ફુલડાં કેમ વીણીયે?

બ્હીતી બ્હીતી પેસૂં આછે નીર રે,

ફુલડાં કેમ વીણીયે?

ધીરી લહરી ડોલાવે કમલ અંગ રે,

ફુલડાં કેમ વીણીયે?

ત્યાં ભમરો આવી દે ડંખ રે,

ફુલડાં કેમ વીણીયે?

ત્હોય એમાં પરોયા મુજ પ્રાણ રે,

ફુલડાં કેમ વીણીયે?

મ્હને ડંખવાની દો એને આણ રે,

ફુલડાં કેમ વીણીયે?

એમ ફુલડાં વીણતાં હું હારી રે,

ફુલડાં કેમ વીણીયે?

ગઇ ચંપા પાસે પરભારી રે,

ફુલડાં કેમ વીણીયે?

નહિ કાંટા કે ભમરાનો ત્રાસ રે,

ફુલડાં કેમ વીણીયે?

ત્યાં દીઠો સર્પતણો વાસ રે,

ફુલડાં કેમ વીણીયે?

ત્હોય પરોયા મુજ પ્રાણ રે

ફુલડાં કેમ વીણીયે?

મ્હને કરડવાની દો અને આણ રે,

ફુલડાં કેમ વીણીયે?

સ્રોત

  • પુસ્તક : શરદિની (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : જનાર્દન પ્રભાસ્કર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984