najarnan jaam chhalkaaviine chaalyaa kyaan tame - Geet | RekhtaGujarati

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

najarnan jaam chhalkaaviine chaalyaa kyaan tame

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
બરકત વીરાણી 'બેફામ'

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો

દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો

જરા ઉભા રહો, જરા ઉભા રહો

જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,

નજરના જામ….

મારી થઈ ગઈ છે ભૂલ મને માફ કરો

મેં તો આપ્યા છે ફૂલ મને માફ કરો

મને માફ કરો, મને માફ કરો

પ્રણયના ફૂલ કરમાવીને ચાલ્યા ક્યાં તમે

નજરના જામ….

થઈને પૂનમની રાત તમે આવ્યા હતા

થઈને જીવન પ્રભાત તમે આવ્યા હતા

તમે આવ્યા હતા, તમે આવ્યા હતા

વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે

નજરના જામ….

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે.