miran - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે :

કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે:

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે:

મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે!

તુલસીની માળા પહેરી મીરાં સદાની સુખી રે:

શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે!

કાળી રાતના કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે!

ઘાયલકી ગત ઘાયલ જાણેઃ જગની માયા જૂઠી રે!

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989