
ચાહું તને પણ બોલું નહીં,
અંતરની વેદનાની વાણી ખોલું નહીં,
સપનાંની સૃષ્ટિને છોડું નહીં,
કાન! બોલું નહીં...
તેજે ભરેલ ભીની રઢિયાળી રાતમાં
યમુનાનાં નીર ગાય હૈયાનાં ગીતડાં,
ઉરે ઊભરાતા ભાવ છેડું નહીં,
ચાહું તને પણ બોલું નહીં,
કાન! બોલું નહીં...
ગોકુળની ગલીએ ને વૃંદાની કુંજ કુંજે
ગુંજી રહે છે તારી વાંસળીના સૂર મીઠા,
વિરહાની જ્વાળમાં બળતી રહું,
ચાહું તને પણ બોલું નહીં,
કાન! બોલું નહીં...
chahun tane pan bolun nahin,
antarni wednani wani kholun nahin,
sapnanni srishtine chhoDun nahin,
kan! bolun nahin
teje bharel bhini raDhiyali ratman
yamunanan neer gay haiyanan gitDan,
ure ubhrata bhaw chheDun nahin,
chahun tane pan bolun nahin,
kan! bolun nahin
gokulni galiye ne wrindani kunj kunje
gunji rahe chhe tari wanslina soor mitha,
wirhani jwalman balti rahun,
chahun tane pan bolun nahin,
kan! bolun nahin
chahun tane pan bolun nahin,
antarni wednani wani kholun nahin,
sapnanni srishtine chhoDun nahin,
kan! bolun nahin
teje bharel bhini raDhiyali ratman
yamunanan neer gay haiyanan gitDan,
ure ubhrata bhaw chheDun nahin,
chahun tane pan bolun nahin,
kan! bolun nahin
gokulni galiye ne wrindani kunj kunje
gunji rahe chhe tari wanslina soor mitha,
wirhani jwalman balti rahun,
chahun tane pan bolun nahin,
kan! bolun nahin



સ્રોત
- પુસ્તક : નિમિષ (પૃષ્ઠ ક્રમાંક 98)
- સર્જક : પીયૂષ પંડ્યા 'જ્યોતિ'
- પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
- વર્ષ : 1979