વ્હાલાંને આમંત્રણ
vhalanne aamantran


(ઓધવજી સંદેશો કહેજો શ્યામને–એ લય)
૧
આવો આવો વ્હાલાં! સાથે ઉડીએ
ભોગવવાને કૈં કૈ દિવ્ય વિલાસ જો;
ઉંચાં ઉંચાં તેજોમય આકાશ છે :
ઉંચા ઉંચા આત્માના અભિલાષ જો. આવો૦
૨
એકલવાયાં ઉડવું મુજને ના ગમે :
ચાહે આત્મા સ્નેહીના સહચાર જો;
ઉણાં ઉણાં સુખ સહુ મુજને લાગતાં
સ્નેહીજન ના સાથે ભોગવનાર જો. આવો૦
૩
મ્હારાં છો ને રહેશો મ્હારાં સર્વદા :
બાંધ્યા પ્રભુએ સ્નેહભર્યા સંબન્ધ જો;
પ્રભુનિર્મ્યા સંબન્ધો કરવા સાર્થ કાં
સંચરીઓ ના! સાથે વ્યોમ અનન્ત જો? આવો૦
(odhawji sandesho kahejo shyamne–e lay)
1
awo aawo whalan! sathe uDiye
bhogawwane kain kai diwya wilas jo;
unchan unchan tejomay akash chhe ha
uncha uncha atmana abhilash jo aawo0
2
ekalwayan uDawun mujne na game ha
chahe aatma snehina sahchar jo;
unan unan sukh sahu mujne lagtan
snehijan na sathe bhogawnar jo aawo0
3
mharan chho ne rahesho mharan sarwada ha
bandhya prbhue snehbharya sambandh jo;
prabhunirmya sambandho karwa sarth kan
sanchrio na! sathe wyom anant jo? aawo0
(odhawji sandesho kahejo shyamne–e lay)
1
awo aawo whalan! sathe uDiye
bhogawwane kain kai diwya wilas jo;
unchan unchan tejomay akash chhe ha
uncha uncha atmana abhilash jo aawo0
2
ekalwayan uDawun mujne na game ha
chahe aatma snehina sahchar jo;
unan unan sukh sahu mujne lagtan
snehijan na sathe bhogawnar jo aawo0
3
mharan chho ne rahesho mharan sarwada ha
bandhya prbhue snehbharya sambandh jo;
prabhunirmya sambandho karwa sarth kan
sanchrio na! sathe wyom anant jo? aawo0



સ્રોત
- પુસ્તક : ચન્દ્રશંકરનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : કાન્તિલાલ છગનલાલ પંડ્યા
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની
- વર્ષ : 1942